પ્રેમલ ત્રિવેદી, પાટણ: રાધનપુર તાલુકા કોંગ્રેસના આગેવાનનો ફાયરીગ કરતો વિડિઓ થયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. ગામમાં કોઈ લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગ કરતા તે વીડિયો હાલ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ કોંગ્રેસના આગેવાન દ્વારા રાધનપુર તાલુકાના સાદપુરા ગામે લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. કોંગ્રેસના આગેવાન અને પાટણ જિલ્લા પંચાયતના સદસ્ય જગદીશ ઠાકોર દ્વારા આ રીતે હવામાં ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જગદીશ ઠાકોરના નાના ભાઈ મહેશ ઠાકોર દ્વારા પણ આ રીતે હવામાં ફાયરિંગ કરાયું હતું. મહેશ ઠાકોર તેમજ જગદીશ ઠાકોર બંને કોંગ્રેસના આગેવાનો છે.
જુઓ LIVE TV
રાધનપુર તાલુકાના સાદપુરા ગામે પોતાના ભત્રીજાના લગ્નમાં કોંગ્રેસના નેતાએ હવામાં ફાયરિંગ કર્યું હતું. જગદીશ ઠાકોર તેમજ મહેશ ઠાકોરના ફાયરીગ કરતા વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે